ખેડૂતો અને સરકાર વચ્ચેની મંત્રણા પડી ભાગી છે.ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂતનેતાઓની મિટિંગ મળી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમજૂતી સાધી શકાઈ ન હતી. ખેડૂતો સાથેની મિટિંગમાં અમિત શાહે ત્રણ કૃષિકાયદાઓમાં સુધારા કરાશેની ખાતરી આપીહતી અને આ ખાતરી લેખિતમાં મુસદ્દારૂપે પણ ખેડૂતોને આપવાનું કહેવાયુ હતું. સરકાર તરફથી ખેડૂતોને પોતાનો લેખિત પ્રસ્તાવ પણ પહોંચાડ્યોહતો. પરંતુ સરકારના આ પ્રસ્તાવને પણ ખેડુતનેતાઓએ ઠુકરાવી દીધો છે પરિણામે આજેમળનારી ખેડૂતો અને સરકાર વચ્ચેની છઠ્ઠી બેઠક પણ રદ થઈ ગઈ છે. હવે ખેડૂત આંદોલન કઈ દિશા પકડશે તે અંગે એક મોટો સવાલ ઊભો થયો છે.સરકાર સાથે મંત્રણા તૂટી પડ્યા બાદ ખેડૂતનેતાઓએ પોતાનો ઈરાદો આંદોલન ઉગ્રબનાવવાનો જાહેર કરી દીધો છે તે સાથે જ દિલ્હીની ઘેરાબંધી કરવા સહિત હાઈ-વે ઠપકરવાની જાહેરાતો ખેડૂતોએ કરી દીધી છે. ૧૨ડિસેમ્બરે જયપુર દિલ્હી હાઈવે પર ચક્કાજામકરવાની જાહેરાત કરાઈ છે. રાજસ્થાનના ખેડૂતો દ્વારા પણ કૂચનું એલાન જાહેર કરી દીધુ છે.દેશના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાવા દિલ્હી આવી રહ્યાં છે. દરમિયાનમાં ખેડૂતોનાપ્રશ્ન વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં વિપક્ષી નેતાઓ રાહુલગાંધી, શરદ પવાર, સીતરામ યેચુરી, ડી.રાજાસહિતના નેતાઓ સામેલ હતાં. આ નેતાઓએ સરકાર વહેલી તકે ત્રણ કૃષિ કાયદાઓ પાછાખેંચે તે અંગેની રજૂઆત રાષ્ટ્રપતિને કરી હતી.હવે ખેડૂતોના આંદોલન એક જીદ પરઆવીને ઉભું થયું છે. જેમાં આંદોલનકારી ખેડૂતો સરકારે મંજૂર કરેલા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરેતેની માગ પર અડી ગયાં છે. જ્યારે સરકારનું કહેવું છે કે સરકારે મંજૂર કરેલા કાયદા કોઈપણસંજોગોમાં રદ નહિ થાય, હા તેમાં જરૂરી સુધારા કરવા હશે તો કરીશું. સરકાર દ્વારા કૃષિ કાયદામાંકેવા સુધારા કરવા તે અંગેનો મુસદ્દો ખેડૂતોને કેવાછે પરંતુ તેમણે આ મુસદ્દો ઠુકરાવી દીધો છે. હવેખેડૂત નેતાઓની માગો વધવા માંડી છે. ખેડૂતનેતાઓ માત્ર સરકાર ત્રણ કૃષિ કાયદા રદ કરે તેટલી જ માગણી નથી કરતા પરંતુ આંદોલનકારી ખેડૂતોની માગ છે કે ટેકાના ભાવોને ખેડૂતોનો કાયદાકીય અધિકાર માનવામાં આવે અને સરકાર એવો નવો કાયદો બનાવે કે સરકારે નક્કી કરેલા ભાવ કરતાં ઓછા ભાવથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત પાસે અનાજ ખરીદે તો તેનેઅપરાધ ગણીને ખરીદનાર પર કાયદાકીય કાર્યવાહી કરવી અને તેના પર દંડ અને કેદની જોગવાઈ રાખવમાં આવે.ખેડૂતો દ્વારા ઉભી થયેલી આ નવી માગણી ખુબજ ગેરવ્યાજબી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર આવોકાયદો લાવે તો માર્કેટમાં અંધાધૂંધી ફેલાઈ જશે.ખેડૂત એકવાર પૈસાની જરૂરત હોય ત્યારે ઓછાભાવે વેપારીને માલ વેચશે અને પછી ખેડૂત પડીજશે અને વેપારી પર કેસ કરશે અને પરિણામ એ આવશે કે ખેડૂત પાસેથી માલ ખરીદતા કોઈ પણ ગભરાશે. આ પરિસ્થિતિમાં ખેડૂતનું મોટા પ્રમાણમાં અહિત થવાની સંભાવના રહેલી છે.
હવે પરિસ્થિતિ દેશમાં એવી ઉભી થઈ ગઈછે કે ખેડૂતોમાં આંદોલન સાચું છે કે ખોટું તેવું બંધારણીય રીતે કોઈ અભિપ્રાય આપી શકાય તેમ નથી. હવે સાચા ખોટાની વાત વ્યક્તિગત અને પોલરાઈઝેશનવાળી બની ગઈ છે. તમારો જવાબ તમે કયા પક્ષે છો તેના પર નિર્ભર કરતો થઈ ગયો છે તમે જો સરકાર તરફ એટલે કે ભાજપ તરફી હો તો તમારો અભિપ્રાય એવો હશે કે કૃષિ ઉદ્યોગોમાં સરકારે ત્રણ નવા કાયદા દાખલ કરીને જે રીતે સુધારો કર્યો છે તેમાં કંઈ ખોટું નથી. આંદોલનકારી ખેડૂતો ખોટા છે અને બહુ ઓછા તેમણે ગુમરાહ કરવામાં આવ્યા છે. આ લોકો ત્યાં સુધી આરોપો મૂકી શકે કે આંદોલનકારીખેડૂતો રાષ્ટ્રવિરોધી તત્વોના હાથા બની રહ્યાં છે.બીજી બાજુ સરકાર અને ભાજપનો વિરોધકરનાર તમામ લોકો અત્યારે આંદલનકારીખેડૂતોની તરફે ઊભા રહી ગયા છે. દેશની વિપક્ષી પાર્ટીઓ ખેડૂતોના આ આંદોલનમાં ચાલતી ગાડીએ બેસી ગયા છે. તેમને લાગે છે કેઆ આંદોલન થકી મોદી સરકારને નુકસાન પહોંચાડી શકાશે.
હકીકત એ છે કેલોકોને ખબર છે કે આ સમગ્ર મુદ્દામાં સાચું શું છે? અને દાવ પર શું લાગ્યું છે. જોકે, જે લોકોને આ તથ્યોની ખબર છે તે લોકો એવા મોડ પર છે કેતેમને આંદોલનને પરિણામે શું થશે તેની પરવાહ સુધ્ધા નથી. હવે ખેડૂતોનું આંદોલન એક એવી રાજકીય કુસ્તી બની ગયુ છે કે, જેમાં દરેકજણ સામાવાળાને હરાવવાનું વિચારી રહ્યો છે.આંદોલનકારી ખેડુતોને પણ અત્યારે પોતાની વાત મનાવવા તમામના સમર્થનની જરૂરત રહેવાની છે. પરિણામે મોદી વિરોધી તમામ રાજકીય પક્ષોના આંદોલનને સમર્થનથી ખેડૂતોખુશ છે. જોકે ખેડૂત નેતાઓ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે અમારા આંદોલનનો મંચ કોઈપણ રાજકીય વ્યક્તિ ને અપાશે નહિ. પરંતુ દેશના તમામ આંદોલનનો ઈતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે દરેક આંદોલન શરૂઆતમાં આંદોલન કરનારાઓના હાથમાં હોય છે પરંતુ જેમજેમ આંદોલન આગળ વધે છે અને તીવ્ર બનતું જાય છે તેમતેમ આંદોલનનું નેતૃત્વ એવા હાથમાં આવી જાય છે જેમના પોતાના ઈન્ટ્રસ્ટ હોય છે.ગુજરાતનું નવનિર્માણ આંદોલન હોય કે અન્ના હજારેનુ લોકપાલ લાવવા માટેનું આંદોલન હોય.આખરે આંદોલનનો લાભ ભળતા વ્યક્તિઓ એ લીધો હતો.ખેડૂત આંદોલનના સથવારે હવે દેશના વિપક્ષોએ પણ પોતાની રાજકીય રોટલો શેકવાનુંશરૂ કર્યુ છે.
૮મીના ભારત બંધના એલાનમાં જોવા મળ્યું કે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ બંધ દરમિયાન દેખાવ કર્યા હતાં અને અરાજકતા ફેલાવાની કોશિશ કરી હતી.અત્યારે મોદી સરકાર પણ આ ખેડૂતઆંદોલનને કારણે એક વિચિત્ર પરિસ્થિતિ માં મૂકાઈ ગઈ છે. વડાપ્રધાન મોદી જો અત્યારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે તો મોદીની જે મજબૂત લીડરની છાપ જનમાનસમાં ઊભી થઈ છે તેને ધક્કો પહોંચી શકે છે. બીજી બાજુ ખેડૂતઆંદોલનકારીઓને જો બળ વાપરીને રસ્તાઓ પરથી હટાવવામાં આવે તો તેના બહુ ખરાબસંદેશા દેશભરમાં જઈ શકે છે. જે રાજકીય રીતે ભાજપ માટે ખૂબ જ મોઘું પડી શકે તેમ છે. આસંજોગોમાં મોદી સરકાર અને ભાજપ માટે ત્રીજો રસ્તો અને સૌથી ઓછા રાજકીય નુકસાનવાળોએ બચે છે કે સમય પસાર કરવો આંદોલન જેટલું લાંબુ ખેંચાય તેટલું ખેંચવું. પરિણામે આંદોલનકારી ખેડૂતો પણ થાકે અને ત્યારે થાકેલા આંદોલનકારીઓ સમાધાન કરવા ઈચ્છે ત્યારે પોતાની શરતે સમાધાન સરકાર કરી લે.મોદી સરકારના સલાહકારો માટે આ આંદોલન હવે એક સમસ્યા બનીને સામે ઉભુ છે. જોઇએ મોદી સરકાર આંદોલનની તકલીફને કેવી રીતે પાર પાડે છે...
આ વિશે તમારો મત શું છે અમને જરૂર થી કમેન્ટ section માં જણાવજો..
Comments
Post a Comment